Saturday, May 15, 2010

જાહેરાતના જોરે ભારત અને જગતને મૂરખ બનાવતાં ઠંડાં પીણાં

drinkઆજે જગતમાં ‘ઓકે’ શબ્દ પછી સૌથી વધુ પ્રચલિત શબ્દ હોય તો કોકાકોલા છે. છેલ્લે મને ૪ વર્ષ પહેલાં એક ઠંડા પીણાની કંપનીનો જાહેરખબર ઉપરનો ખર્ચ ૧.૬ અબજ ડોલર એટલે કે લગભગ રૂ.૮૦૦૦ કરોડ હતો તે આંકડા મળેલા, જયારે હરીફાઈ જામી નહોતી ત્યારે એ કંપનીને સૂઝ્યું કે નાહકના રોજના ૧૦ લાખ ડોલર જાહેરખબર પર ખર્ચવાની જરૂર નથી.

આપણું પીણું લોકોના મનમાં વસી ગયું છે પણ બે મહિનામાં જ ખપત ૪ ટકા ઘટી અને વિરોધી કંપનીએ જાહેરાતને જોરે મેદાન મારવા માંડયું. ત્યાર પછી એ ઠંડા પીણાની કંપની એક માત્ર એક બોટલ્ડ વોટરની બ્રાંડ જમાવવા દર વર્ષે જાહેરખબર ઉપર રૂ.૫૬ કરોડ ખર્ચ કરવા માંડયું. કોઈ પણ ઠંડાં પીણાં લો તેમાં ગળપણ અને થોડા કહેવાતા કોલાના એસેન્સ સિવાય કંઈ નથી. ધારો કે તેની કિંમત રૂ.૧૦ હોય તો તમને ફકત ૫૦ પૈસાની ચીજ પીવા મળે છે. બાકીનો નફો અને જાહેરખબર ઉપર ખર્ચાય છે.


તાજેતરમાં રૂ.૨૫૦૦ની કિંમતવાળું એક પુસ્તક પ્રગટ થયું છે. તેનું નામ છે ‘બેલ્ચિંગ આઉટ ધ ડેવિલ.’ લેખક માર્ક થોમસ નામના સમાજલક્ષી લેખક છે. તેમના અંદાજ અનુસાર એક ઠંડા પીણાની કંપનીનો જાહેરખબરનો ખર્ચ ૨૦૦૭-૦૮માં રૂ.૧૦,૦૦૦ કરોડ હતો. એ પહેલાં કોન્સ્ટન્સ હેયઝ નામના લેખકે ‘પોપ: ટ્રુથ એન્ડ પાવર એટ કોકાકોલા કંપની’ નામનું પુસ્તક લખ્યું હતું. આ બંને પુસ્તકમાં કોલાનાં પીણાં કેટલાં નક્કામા છે અને ખાસ કરીને ગરીબ દેશોને લૂંટે છે તેની વિગતો છે.


ઠંડાં પીણાંની કંપનીઓ આપણા ક્રિકેટરોને દર વર્ષે રૂ.૧૦૦૦ કરોડથી વધુ કમાવી આપે છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકારે બોટલ્ડ પીણાં પરની જકાત ઘટાડી હતી. રાજીવ ગાંધીની સરકાર હોય કે અટલ બિહારીની સરકાર હોય કે ડો.મનમોહનસિંહની સરકાર એ તમામને ઠંડાં પીણાંની કંપનીઓ ચૂંટણી માટે નાણાં ખટાવે છે તેવા આક્ષેપો થયા કરે છે. ઠંડાં પીણાંની અનેક પોલંપોલ પુસ્તકો કે લેખો દ્વારા ખુલ્લી કરાઈ છે, છતાં તેનું વેચાણ ઘટતું નથી અને તેમના રથ સડસડાટ દોડે છે. થેન્કસ ટુ સચિન તેંડુલકરથી માંડીને સેહવાગ સુધીના પંદર ક્રિકેટરો અને સ્પોર્ટ્સમેનો અને ફિલ્મસ્ટારો. આ લોકો સમાજની જબ્બર કુસેવા કરે છે તેવો નવા પુસ્તકનો ઘ્વનિ છે.


ઠંડાં પીણાંને લગતી કેટલીક માહિતી ચમત્કારિક છે અને કેટલીક આ પીણાંની મજાક ઉડાવે છે:-
(૧) તમારું ટોઇલેટ બરાબર સાફ થતું ન હોય તો એક કપડામાં ઠંડા પીણાનું પીણું રેડો. તે તમારા સંડાસને સરસ રીતે સાફ કરશે. આ સંડાસ સાફ કરવાની ચીજ તમે ગટગટાવો છો!


(૨) તમારી કારની બેટરીને કાટ ચઢતો કોલાનાં પીણાંથી અટકશે. કાટ ચઢેલા પટ્ટાઓને ઠંડાં પીણાં ઊજળા કરે છે. ગ્રીસના ડાઘ પણ આ પીણાંથી ચાલ્યા જશે!


(૩) ઠંડાં પીણાંમાં જે દ્રવ્યોનું પ્રમાણ રહેલું છે, તેને અનેકગણું કરો તો તમારા દાંત અને હાડકાંને તેમાં ઓગાળી શકાય છે. તાત્પર્ય એ કે આવાં પીણાંથી કાળક્રમે તમારા દાંત અને હાડકાંને ખરાબ કરે છે. આવાં પીણાંમાં કોઈ પોષક દ્રવ્યો નથી. માત્ર ગળપણ છે. ઘણા મૂરખ લોકો જમ્યા પછી આ પીણાં પીવે છે. તેને કારણે પાચક રસો નબળા પડે છે અને કાળક્રમે તમને અપચો, એસિડિટી અને આંતરડાના રોગો થાય છે.
રાજસાગર નામના લેખક કહે છે કે પાંચ વર્ષ પહેલાં દિલ્હી યુનિ.માં કોકનાં પીણાં પીવાની સ્પર્ધા રખાઈ. એક વિધાર્થી આઠ બોટલ પી ગયો અને તેના લોહીમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધતાં તે મરણ પામ્યો! કોઈએ પ્રયોગ કરવા એક ઠંડા પીણાની બોટલમાં તૂટેલો દાંત નાખ્યો. ૧૦ દિવસમાં દાંત ઓગળી ગયો. હે ગુજરાતી હવે તું કોલા પીતો બંધ થઈશ?


(૪) ‘ધ ઇકોલોજિસ્ટ’ નામનું મેગેઝિન લખે છે કે કોલાનાં પીણાંનાં કેન જગતમાં પર્યાવરણ બગાડે છે. દા.ત. ૨૦૦૪-૨૦૦૫માં એક કંપનીના પીણાના ૩૯.૫ અબજ કેન વેચાયાં હતાં. આ બધા ખાલી ડબલાને ભેગા કર્યા હોય તો એક ટીન-ટાવર બને જે ચંદ્રને આંબી જાય!


(૫) ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ ૧૦ વર્ષ પહેલાં (૧૬-૬-’૯૯) એક સમાચાર આપેલા કે ફ્રાન્સ, બેલ્જિયમ, લકઝમબર્ગ અને નેધરલેન્ડ્સમાં એક કંપનીના ઠંડા પીણાની તમામ બોટલો દેશની તમામ દુકાનોમાંથી ઉતારી લેવાયેલી, કારણ કે આ પીણાં પીધા પછી ઘણા લોકો બીમાર પડેલા. તેમાં ડાયોકિસનનું ઝેર માલૂમ પડયું હતું.
બેલ્જિયમના એક ઠંડા પીણાના પ્લાન્ટમાં ગડબડ થયેલી તેમ ખુદ તેના ઓફિસરે સ્વીકારેલું. ઘણા લેખકોને ઊલટીઓ થઈ હતી. એ પછી બીજી ફરિયાદ આવી ફ્રાન્સના ડેકીર્ક શહેરના એક ઠંડા પીણાની કંપનીના પ્લાન્ટમાંથી જે કેન આવેલાં તે વેન્ડિંગ મશીનમાંથી ખરીદીને પીવાથી બાળકો બીમાર પડેલા.
કપા કરી એરપોર્ટ કે બીજે રાખેલા વેન્ડિંગ મશીનમાંથી પીણાં ખરીદો નહીં. સ્ટીવ કલાર્ક નામના બ્રસેલ્સ (બેલ્જિયમ)શહેરના પત્રકારે કહ્યું કે મારા બાળકોને હું કદી કોલા પીવા દઈશ નહીં. તેમને વાઇન પીવાની છૂટ છે પણ કોલા નહીં! વિકટોરિયા મૂર નામની પત્રકારે ‘ગાર્ડિયન’માં ૩-૪-૦૪ના લખેલું કે આ ઠંડાં પીણાંની કંપનીઓ ક્રૂર મૂડીવાદની દલાલો છે. આજે કોકાકોલા જગતના દરેક દેશમાં આ ઠંડાં પીણાં વેચાય છે. વિકટોરિયા મૂર કહે છે કે ઘણા દેશોનાં બાળકો તેમના કુળદેવતા કે કુળદેવીને જાણતા નથી પણ ઠંડા પીણાની કંપનીનું નામ તેમને હોઠે હોય છે.


(૬) અમેરિકાના એટલાન્ટા શહેરના એક ફાર્મસસ્ટિ જોન પેમ્બરટને આ પીણું શોઘ્યું. તેની સિક્રેટ ફોમ્ર્યુલા જ આજે જગતભરના બોટલર્સને વેચાય છે. ઠંડા પીણાની માતબર કંપનીઓને ઘરે બેઠા અઢળક નફો મળે છે. અગાઉના કોલાઓમાં તો કોકો વગેરે કુદરતી ઉત્પાદનોનું સત્ત્વ વપરાતું. જે છોડમાંથી કોકેઇન નામનું વ્યસની તત્ત્વ મળે છે, તેનું મોંઘું સત્ત્વ પણ શરૂમાં વપરાતું.
ઉપરાંત કેફેનનાં તત્ત્વવાળા કોલાના મિંજનું સત્ત્વ વપરાતું. બાકીના ખાંડ કે બીજા ગળપણ હતા. દા.ત. ૩૩૦ મિલીલિટરના કેનમાં ૩૫ ગ્રામ ખાંડ કે સેકરીન કે બીજાં કત્રિમ ગળપણ હોય છે. આ ઠંડાં પીણાં ટોઇલેટ કલીનર તરીકે શ્રેષ્ઠ છે. તે પેટમાં નહીં ટોઇલેટમાં નાખવા જેવું છે, તેમ કીમ અને એગી નામના લેખકો કહે છે. ફાર્મસસ્ટિ જોન પેમ્બરટને જયારે કોકાકોલા શોઘ્યું ત્યારે પહેલે જ દિવસે માત્ર ૯ કોકાકોલાની બોટલો જ ખપી હતી. ત્યારે તેમાં કોઈ જાહેરખબરનો ખર્ચ કર્યોનહોતો.


(૭) ‘વેવલેન્થ’ નામનું મેગેઝિન લખે છે કે જો તમે ૧.૫ લિટર બોટલ ઉપર ઝીણા અક્ષરે સોફટ ડિ્રંકમાંમાં શું શું છે તે વાંચો તો ખબર પડે કે તેમાં સૂક્ષ્મ પ્રમાણમાં એથિલિન ગ્લાયકોલ નામનું રાસાયણિક તત્ત્વ છે, જે તેને જલદી ઠંડું બનાવી શકે છે. આ રસાયણ એક ધીમું ઝેર ગણાય છે. જો તમે ચાર લિટર ઠંડું પીણું પી જાઓ તો મીઠો આપઘાત કરવા માટે પર્યાપ્ત છે. (‘વેવલેન્થ’ ફેબ્રુઆરી ૨૦૦૦નો અંક. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડો.એસ.કે.વાર્શની). આ પીણાંઓમાં કોઈ પોષક તત્ત્વો નથી. ઊચું ગળપણ, કાર્બોનિક એસડિ અને રસાયણો છે.


(૮) એક ઠંડા પીણાનું ૧૯૦૯માં જાહેરાતનું સૂત્ર હતું ‘ગૃહિણીઓનો થાક ઉતારે છે.’ આવા તો અનેક ગતકડાં તે ભાવનાશીલ જાહેરખબર દ્વારા કરે છે.


(૯) ‘ન્યૂ સ્ટેટ્સમેન’ નામનું જાગૃત સાપ્તાહિક લખે છે કે ઠંડા પીણા માટે માર્કેટિંગ જ મોટું શસ્ત્ર છે. ૧૫-૩-૦૪ના રોજ એક ઠંડા પીણાના બોટલિંગ પ્લાન્ટમાં કોલંબિયા ખાતે આઠ કામદારો ભૂખહડતાળ પર ઊતર્યા. તેના ટ્રેડ યુનિયન સાથે કંપનીએ જબ્બર કંકાસ તો કર્યોજ સાથે કંપનીએ પેરામિલિટરી ફોર્સ રાખીને હડતાળિયા કામદારોનાં ખૂન, ટોર્ચર અને કિડનેપની હરકતો કરેલી તેવો આક્ષેપ અમેરિકાની કોર્ટમાં થયેલો. આઠેક કામદારનાં ખૂન થયેલાં. તે પ્લાન્ટની અંદર પતિ- પત્ની-કામદારનાં ખૂન થયેલાં, એ પછી ૯૧ જેટલા કામદારોને પાણીચું આપેલું. આ બધાં કામો બોટલર્સે કરેલા હશે.


(૧૦) લંડનનું ‘ન્યૂ સાયન્ટિસ્ટ’ લખે છે કે ડાયેટ કોલામાં જે કત્રિમ ગળપણ હોય છે તેને કારણે સ્થૂળતા વધે છે. અનેક છાપાં-મેગેઝિનો પણ ઠંડા પીણાની કંપનીઓના આડકતરા દલાલ છે, જયારે પણ કોલાનાં વખાણ આવે છે ત્યારે તે પ્રગટ કરે છે. સોફટ ડિ્રંકમાં બેન્જિન નામનું હાનિકારક રસાયણ છે તેવું માલૂમ પડયું ત્યારે સોફટ ડિ્રંકસવાળાએ જાહેરખબરનો ખર્ચ વધારીને ઘણાં અખબારોને ચૂપ કર્યા હતા.
તે વર્ષ ૨૦૦૫માં એક ઠંડા પીણાની કંપનીનો જાહેરાતનો ખર્ચ ૧૦૬ અબજ ડોલર થયો. અમેરિકન બાળકો સરેરાશ રોજના બે કેન સોફ્ટ ડિ્રંકસ પીવે છે તેમાંથી ૧૮ ચમચા ખાંડ ખાઈ જાય છે! બાળકો ટીવી ઉપર આવાં પીણાંની ૪૦,૦૦૦ જાહેરખબરો જુએ છે. સોફટ ડિ્રંકસવાળા જા.ખ. માટે ગુજરાતી કે અંગ્રેજી અખબારોને હંમેશાં ફિટ ગણતાં નથી! ઉપરની વાતો વાંરયા પછી જે ગુજરાતી ઘરમાં સોફટ ડિ્રંકસ પીવાય તે અજ્ઞાન, જડ અને તેના બાળકોના સ્વાસ્થ્યના દુશ્મન ગણાવા જોઈએ.
 

Tuesday, February 23, 2010

Tips for Life

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

Thanks to Adarsh...

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો કહેવાની પહેલ દર વખતે આપણે કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે વંચાય.
*
કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
*
બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
*
આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
*
કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
*
મહેણું ક્યારેય મારો.
*
એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
*
કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક આશા હોય.
*
ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
*
રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
*
નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*
દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
*
દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
*
ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
*
સંતાનો નાના હોય ત્યારેથી તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
*
જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
*
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
*
તમને પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
*
કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
*
ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
*
જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં.
*
રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.
*
પત્તા રમીને સમય વેડફો નહીં.
*
રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
*
લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
*
અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
*
ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
*
મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
*
ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
*
શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
*
બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
*
બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
*
દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.
*
ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
*
તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
*
મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં હોઇ શકે છે.
*
ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
*
શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
*
બચત કરવાની શિસ્ત પાળો.
*
સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
*
રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.
*
જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
*
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
*
સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
*
અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
*
કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
*
ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી હશે એમ માની લેવું નહીં.
*
ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.
*
વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
*
ધર પોષાય એટલી કિંમતનું લેવું.
*
બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
*
મારામારી થાય તો પહેલો મુક્કો આપણે મારવાનો અને જોરદાર મારવાનો.
*
ગાડી સસ્તી વાપરવી.
*
ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
*
મત તો આપવો .
*
સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
*
જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો

Monday, January 18, 2010

Picture of Peace

There once was a king who offered a prize to the artist who would paint the best picture of peace. Many artists tried. The king looked at all the pictures. But there were only two he really liked, and he had to choose between them.

One picture was of a calm lake. The lake was a perfect mirror for peacefully towering mountains all around it. Overhead was a blue sky with fluffy white clouds. All who saw this picture thought that it was a perfect picture of peace.

The other picture had mountains, too. But these were rugged and bare. Above was an angry sky, from which rain fell and in which lightning played. Down the side of the mountain tumbled a foaming waterfall. This did not look peaceful at all. But when the king looked closely, he saw ehind the waterfall a tiny bush growing in a crack in the rock. In the bush a mother bird had built her nest. There, in the midst of the rush of angry water, sat the mother bird on the nest--in perfect peace.

Which picture do you think won the prize? The king chose the second picture. Do you know why?

"Because," explained the king, "peace does not mean to be in a place where there is no noise, trouble, or hard work. Peace means to be in the midst of all those things and still be calm in your heart. That is the real meaning of peace."

"When Life gives you a thousand reasons to cry, Show that you have a million reasons to smile"


Source : Internet..

IndiBlogger - The Indian Blogger Community