I found this in one of the emails I received. Very true and inspiring.
એક પરિવાર છે .. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે
આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું . તેણે સરસ વાત કરી .
એ વડીલે કહ્યું કે , અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે .
એક , નાના હોય તેને પ્રેમ કરવો . બે , મોટા હોય તેનો આદર કરવો .
ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે .
આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે .
એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ , જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે . મારે શું કરવાનું છે ? મારી કેટલી જવાબદારી છે ?
એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી .
તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે .
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ .
ઐણે આ ખોટું કર્યું . આવું કરીને એણે યોગ્ય નથી કર્યું .
બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે .
મેં કર્યું એ બરોબર છે ? હું જે કરું છું એ મને શોભે છે ?
આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય .
આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ .
કોઈ કામ નાનું નથી . કોઈ કામ મોટું નથી .
સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે .
દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે ..
એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે .
બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ
બે વસ્તુને જોડી રાખવાનું છે .. આપણે એ બોલ્ટની
એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ?
તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે
એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે ?
ઘર હોય , નોકરી - ધંધો હોય કે સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ .
એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો .
સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે ..
અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ
રીતે લખીને ઇ - મેલથી મોકલી છે . આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે .
ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો .
ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે .
બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી .
એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે .
ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં .
રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા .
ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો
આવવાની રાહ જોતા હતા .
એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો .
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં . તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ?
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી .
તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ .
તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે .
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો .
ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે ?
અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી .
બાળકે કહ્યું કે , હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે .
મારું કામ છે અગરબત્તી વેચવાનું , એટલે હું અગરબત્તી વેચું છું .
તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે ..
બાળકે વાત આગળ વધારી . તેણે કહ્યું કે હું અપંગ છું .
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું . ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી .
મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી . તને કંઈ થઈ જાય તો ?
બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી .
તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે .
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ?
મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે . ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને .
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે !
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો .
હું સાવ હળવો થઈ ગયો . મને વિચાર આવ્યો કે
હું દીકરાની ચિંતા ખોટી કરું છું .. એ મારું કામ નથી .
મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું ,
તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું .
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ .
ભગવાને તેનું કામ કર્યું . ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે
કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે .
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે .
કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે .
સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે
અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે .
તમારા કામને ઓળખો . તમારા કામને એન્જોય કરો .
બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?
છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ
કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું , એમાં જ તમારું ગૌરવ છે .
No comments:
Post a Comment