Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Tuesday, February 23, 2010

Tips for Life

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

Thanks to Adarsh...

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
*
કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
*
બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
*
આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
*
કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
*
મહેણું ક્યારેય ન મારો.
*
એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
*
કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
*
ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
*
રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
*
નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*
દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
*
દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
*
ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
*
સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
*
જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
*
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
*
તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
*
કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
*
ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
*
જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
*
રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.
*
પત્તા રમીને સમય વેડફો નહીં.
*
રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
*
લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
*
અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
*
ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
*
મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
*
ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
*
શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
*
બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
*
બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
*
દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.
*
ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
*
તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
*
મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*
ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
*
શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
*
બચત કરવાની શિસ્ત પાળો.
*
સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
*
રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.
*
જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
*
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
*
સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
*
અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
*
કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
*
ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
*
ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.
*
વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
*
ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
*
બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
*
મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.
*
ગાડી સસ્તી જ વાપરવી.
*
ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
*
મત તો આપવો જ.
*
સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
*
જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો

Thursday, December 31, 2009

Happy New Year

With a wonder thought lets end the year 2009 and begin year 2010...

સમય ને ઘડીયાળ ના કાંટાથી ઘાવો કરવાની ટેવ; અને તારીખયાના પાના થી ઘાવો ભરવાની ટેવ.......

પડેલા ઘાવો રુજાવો અને સમય ની નવા મીઠા સુખો માટે સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ......

Wednesday, July 1, 2009

A Gujarati Story

I found this in one of the emails I received. Very true and inspiring.

એક પરિવાર છે .. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે
આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું . તેણે સરસ વાત કરી .
એ વડીલે કહ્યું કે , અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે .

એક , નાના હોય તેને પ્રેમ કરવો . બે , મોટા હોય તેનો આદર કરવો .
ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે .
આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે .
એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ , જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે . મારે શું કરવાનું છે ? મારી કેટલી જવાબદારી છે ?
એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી .

તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે .
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ .
ઐણે આ ખોટું કર્યું . આવું કરીને એણે યોગ્ય નથી કર્યું .
બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે .
મેં કર્યું એ બરોબર છે ? હું જે કરું છું એ મને શોભે છે ?
આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય .

આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ .
કોઈ કામ નાનું નથી . કોઈ કામ મોટું નથી .
સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે .
દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે ..
એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે .
બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ
બે વસ્તુને જોડી રાખવાનું છે .. આપણે એ બોલ્ટની
એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ?
તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે
એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે ?
ઘર હોય , નોકરી - ધંધો હોય કે સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ .
એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો .
સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે ..
અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ
રીતે લખીને ઇ - મેલથી મોકલી છે . આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે .
ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો .
ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે .
બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી .
એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે .
ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં .
રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા .
ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો
આવવાની રાહ જોતા હતા .
એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો .
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં . તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ?
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી .
તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ .
તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે .
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો .
ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે ?
અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી .
બાળકે કહ્યું કે , હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે .
મારું કામ છે અગરબત્તી વેચવાનું , એટલે હું અગરબત્તી વેચું છું .
તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે ..
બાળકે વાત આગળ વધારી . તેણે કહ્યું કે હું અપંગ છું .
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું . ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી .
મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી . તને કંઈ થઈ જાય તો ?
બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી .
તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે .
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ?
મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે . ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને .
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે !
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો .
હું સાવ હળવો થઈ ગયો . મને વિચાર આવ્યો કે
હું દીકરાની ચિંતા ખોટી કરું છું .. એ મારું કામ નથી .
મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું ,
તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું .
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ .
ભગવાને તેનું કામ કર્યું . ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે
કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે .
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે .
કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે .
સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે
અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે .
તમારા કામને ઓળખો . તમારા કામને એન્જોય કરો .
બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?
છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ
કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું , એમાં જ તમારું ગૌરવ છે .

IndiBlogger - The Indian Blogger Community